ઉત્તરપ્રદેશમાં વિજળી પડવાની ઘટનામાં 43 લોકો માર્યા ગયા હતા, જ્યારે શુક્રવારે બિહારમાં પણ આ જ પ્રકારની ઘટનામાં 21 લોકો માર્યા ગયા હતા. એવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે, વિજળી પડવાની ઘટનાઓ કેમ વધી રહી છે. જળવાયુ પરિવર્તનને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. દરમિયાન રાજસ્થાનના જયપુર, ઝાલાવાડ, ભરતપુર જિલ્લામાં 24 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો હતો.
ઝાલાવાડ જિલ્લાના ગંગાધર જિલ્લામાં 87 મીમી વરસાદ પડયો હતો. ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ પડયો હતો, જે દરમિયાન વિજળી પડવાની ઘટનામાં એક જ દિવસમાં 43 લોકો માર્યા ગયા હતા. જેના એક દિવસ જ અગાઉ શુક્રવારે બિહારમાં અનેક સ્થળે વિજળી પડવાની ઘટનાઓ સામે આવી હતી. જેને કારણે હાલ આ બન્ને રાજ્યોમાં વિજળી પડવાની ઘટનાઓને લઇને લોકોમાં ચિંતા વધી રહી છે.
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવને જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનને કારણે એવા વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે કે, જે વિજળી પડવા માટે જવાબદાર છે અને તેને કારણે ભારત સહિત દરેક જગ્યાએ મેઘગર્જનની આવૃતિ પણ વધી રહી છે. વિજળી મોટા ઉર્ઘ્વાઘર વિસ્તાર વાળા ગાઢ વાદળોને કારણે ચમકતી હોય છે. આ પ્રકારના વાદળોનું પ્રમાણ જળ વાયુ પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગને કારણે વધી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500