Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જેક્લિન ફર્નાન્ડિસે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડનાં મની લોન્ડ્રિંગ મામલામાં દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો

  • December 20, 2023 

જેક્લિન ફર્નાન્ડિસે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડ્રિંગ મામલામાં દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અભિનેત્રી એ પોતે નિર્દોષ હોવાનું જણાવી પોતાની સામેનો કેસ રદ કરવા માંગણી કરી છે. યાચિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખોટા માર્ગે કમાયેલા ધનને સફેદ કરવામા તેની ભાગીદારી સાબિત કરે એવી કોઇ કડી નથી.



તેથી તેના પર પ્રિર્વેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ 2002ની ધારા 3 અને 4 હેઠળ અપરાધ બનતો નથી. જેકલિને એમ પણ કહ્યું છે કે, તેની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. તે બ્લેક મનીને વ્હાઇટ કરવાનો ગુનો તેમજ અન્ય કોઇ પણ ગુનામાં સંડોવાયેલી નથી તેમ પણ તેને યાચિકામા જણાવ્યું છે. જેક્લિને એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે, ED દ્વારા અન્ય ડાન્સર નોરા ફતેહીને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. જો નોરાને સુકેશની ઠગાઈનો ભોગ બનેલી ગણવામાં આવી હોય તો મારી સાથે પણ તેવું જ બન્યું છે. ઉલ્લેખનીય છે કે, સુકેશ ચન્દ્રશેખર જેક્લિનને પોતાની પ્રેમિકા ગણાવે છે. તેણે તાજતરમાં પણ તિહાર જેલમાંથી જેક્લિનને લવ લેટર પાઠવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application