Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત ચૂંટણીમાં JDU અને BTPનું જોડાણ, નીતિશ કુમાર BJP વિરુદ્ધ કરશે પ્રચાર

  • November 09, 2022 

ભાજપ,કોંગ્રેસ અને આપના 12 વગાડવા પેહલી 12 ઉમેદવારોની યાદી બહાર પડાઈ,બીજી BTP-JDU ના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જ જાહેર થશે કહ્યું બન્ને અધ્યક્ષોએ છોટુ વસાવા અત્યાર સુધીની સ્થાનિક સ્વરાજ,વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ,ભાજપ,આપ,AIMIM સાથે કરી ચુક્યા છે ગઠબંધન..


ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો જંગ

ગુજરાતની ચૂંટણી આ વખતે તમામ પક્ષો અને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો જંગ બનવા સાથે રોજે રોજ રસાકસી ભરી બની રહી છે. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ જુના મિત્રો JDU અને BTP ના છોટુ વસાવા 5 વર્ષ બાદ ફરી ભેગા થયા છે.



કેજરીવાલ બાદ ગુજરાતમાં થશે નીતીશકુમારની એન્ટ્રી

ગુજરાતની ચૂંટણીમાં આપના કેજરીવાલ બાદ હવે JDU ના નીતિશ કુમારની પણ એન્ટ્રી થતા નવો વળાંક આવ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પેહલા નિતીશકુમારે બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરતા 27 વર્ષથી JDU સાથે જોડાયેલા ઝઘડિયાના MLA અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છોટુ વસાવાએ છેડો ફાડયો હતો. રાતો રાત ભારતીય ટ્રાયબલ પાર્ટી રચી BTP ના બેનર ઉપર છોટુ વસાવા સાતમી વખત ઝઘડિયાના ધારાસભ્ય બન્યા હતા.


ગુજરાતની ચૂંટણીમાં જેડીયુએ પાંચ વર્ષ બાદ ફરી પ્રવેશ કર્યો.


નીતિશ કુમારે બિહારમાં RJD સાથે જોડાણ કરી ભાજપથી છેડો ફાડયો હોય ગુજરાતની ચૂંટણીમાં જેડીયુએ પાંચ વર્ષ બાદ ફરી પ્રવેશ કર્યો છે. આજે સોમવારે ઝઘડિયા છોટુ વસાવાના નિવાસ સ્થાને JDU ના પ્રદેશ અધ્યક્ષ વિશ્વજીત સિંઘે મુલાકાત લઈ ગુજરાત ચૂંટણીમાં BTP અને JDU ગઠબંધનની જાહેરાત કરી છે. જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે તેવી જાહેરાત સાથે આગામી સમયમાં પ્રચાર માટે ગુજરાત નીતિશ કુમાર, લલનસિંઘ, કે.સી. ત્યાગી સહિતના નેતાઓ આવશે.



JDUઅને BTPના બન્ને અધ્યક્ષોએ ભેગા મળી કહ્યું હતું કે, ભાજપ, કોંગ્રેસ અને આપના 12 વગાડવા પેહલી 12 ઉમેદવારોની યાદી બહાર પડાઈ છે. આગામી દિવસોમાં બન્ને પક્ષોના ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડીશું. ઉલ્લેખનીય છે કે, છોટુ વસાવા જેડીયુમાં હતા ત્યારથી બિટીપી સુધીમાં તેઓએ કોંગ્રેસ, ભાજપ, AIMIM, આપ સાથે વિધાનસભા, રાજ્યસભા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાણ કે તેની જાહેરાતો કરી હતી. હવે તેઓ ફરી જેડીયુ સાથે 2017 બાદ ગુજરાતની ચૂંટણી લડવા ભેગા થયા છે ત્યારે આ જોડાણનો રંગ કેવો રહે છે તે તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News