વ્યારાના સિંગી ફળિયા સહિતના વિસ્તારમાં રહેતા નગરજનોએ સૂચિત કરવેરા સામે વાંધો ઉઠાવ્યો છે, જેને લઇ વ્યારા નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી.
વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને સોમવાર નારોજ કરવામાં આવેલ રજૂઆત અનુસાર તાપી જિલ્લાની 2 નગરપાલિકા પૈકીની એક એવી વ્યારા નગરપાલિકાના સત્તાધારી પક્ષ દ્વારા તારીખ 10/03/2023ની સામાન્ય સભાના ઠરાવ નંબર-27 મુજબ કરવેરામાં વધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવેલ છે જો સુધારાપાત્ર કરવેરો લાગુ કરવામાં આવે તો નગરના મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની શકે છે.
નગરના પછાત વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકોની આવક ખુબજ ઓછી હોઈ એમને આ સુધારેલ કરવેરાનું ભારણ સહન થઇ શકે એમ નથી, સરકારશ્રી તરફથી આપવામાં આવતી ગ્રાન્ટ અને નગરપાલિકાના પોતાના ભંડોળનો સુનિયોજિત તરીકે વપરાશ કરવામાં આવે જેથી આવા કરવેરાઓનું ભારણ નગરજનો પર નાખવાની પરિસ્થિતિનું નિર્માણના થાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500