સુરત શહેરમાં મેટ્રો ટ્રેન માટે 200 કરોડનાં ખર્ચે ડેપો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું: સુરત શહેરમાં મેટ્રોના બંને રૂટ પર સિવિલ વર્ક શરૂ થઈ ગયું છે. સુરતમાં સરથાણાથી ડ્રીમ સિટી અને સારોલીથી ભેંસાણ એમ બે રૂટ પર મેટ્રો દોડશે. જેના માટે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
સુરત મેટ્રોના બે ફેઝ છે,શહેરમાં બે મેટ્રો ડેપો બનાવવામાં આવશે. આમાંથી એક ડ્રીમ સિટીમાં બનાવવામાં આવશે, જેના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.અને બીજો ડેપો ભેંસાણમાં બનાવવામાં આવશે, જેના માટે કુલ રૂ. રેલ વિકાસ નિગમ લિમિટેડને 198.93 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એપ્રિલ મહિનામાં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને અંતે ભેંસાણ ડેપોનો કોન્ટ્રાક્ટ રેલ વિકાસ નિગમ લિમિટેડને આપવામાં આવ્યો છે. સુરત મેટ્રો ફેઝ-2ની 19.26 કિમી લાઇનનું મેન્ટેનન્સ ભેંસાણ ડેપોમાંથી કરવામાં આવશે. સારોલીથી ભેંસાણ રૂટ પર મેટ્રોને એલિવેટ કરવામાં આવશે,જેમાં કુલ 18 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેનું ભેંસાણ ડેપોથી મોનિટરિંગ કરવામાં આવશે. ભેંસાણ ડેપોમાં મેટ્રો રેકની સફાઈ,લાઈન મેન્ટેનન્સ,ઈમરજન્સી ટ્રેન યુનિટ,વર્કશોપ,ક્લિનિંગ પ્લાન્ટ,ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ,કંટ્રોલ સેન્ટર જેવી તમામ સુવિધાઓ હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500