જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તીર્થયાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તીર્થયાત્રીઓના મુખ્ય કેમ્પમાં અને તેની આસપાસ 29 CCTV કેમેરા લગાવવાની સરકારી અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જમ્મુનાં ભગવતી નગરમાં તીર્થયાત્રીઓ માટે મુખ્ય કેમ્પ બનાવવામાં આવ્યો છે. અમરનાથની 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફા મંદિરના શિવલિંગ પર દર્શન કરવા માટે તીર્થયાત્રીઓ અહીંથી રવાના થાય છે.
તારીખ 1 જુલાઈનાં રોજ, બે રસ્તાઓથી શરૂ થવામાં આવનારી યાત્રા માટે અહીં 29 CCTV કેમેરા અને બે 360 ડિગ્રી વિઝનવાળા કેમેરા લગાવવામાં આવશે. આ ક્ષેત્રની સુરક્ષાને ધ્યાને રાખીને પૂરા વિસ્તારમાં 24 કલાક સુધી ઈલેક્ટ્રોનિક રીતે નજર રાખવામાં આવશે. બીજી તરફ, અહીં બોડી સ્કેનર પણ લગાવવામાં આવશે. આ સાથે જ યાત્રીઓની સુવિધા માટે સેન્ટ્રલી એસી રસોઈ હોલ બનાવવામાં આવ્યો છે.
મુખ્ય શિબિરની તમામ ઈમારતો અને સેટએપમાં ક્લોઝ સર્કિટેડ ફાયર હાઈડ્રેટ સિસ્ટમ લગાવવામાં આવશે. બીજી તરફ, સરકારે યાત્રાળુઓના આરોગ્યને લઈને ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. અહીં, જંક ફૂડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડઝનથી વધારે વસ્તુઓને યાત્રાળુઓ પોતાની સાથે લઈ જઈ શકશે નહીં. પ્રતિબંધિત ફૂડમાં કોલ્ડ ડ્રિંક, કૂરકૂરે, ડીપ ફ્રાઈડ ખોરાક, જલેબી, હલવા, મિઠાઈ, પૂરી, છોલે-કુલ્ચા, પિઝા, બર્ગર, પેસ્ટ્રી અને પેટિસ જેવા ખોરાકનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500