Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનનાં કાર્યક્રમને ધ્યાને લઈ ટ્રાફિક ડાયવર્ઝન મામલે જાહેનામું કરવામાં આવ્યું પ્રસિધ્ધ

  • November 20, 2022 

વડાપ્રધાનનાં સુરેન્દ્રનગર ખાતે ૨૧ નવેમ્બરનાં રોજ યોજાનાર જાહેરસભા કાર્યક્રમને ધ્યાને લઈ કાર્યક્રમ સ્થળ વિસ્તારમાં વાહનોનાં ડાયવર્ઝન બાબતે એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.


અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિધ્ધ કરેલા આ જાહેરનામાં અનુસાર,માલવણ તરફ જતા વાહનોએ વટેશ્વર વન, દુધરેજ પાસે આવેલ કેનાલ ઉપરથી મુળચંદ ગામ પાસેથી બાકરથળી થઇ માલવણ જવાનું રહેશે. ધ્રાંગધ્રા તથા ખોડુ તરફ જતા વાહનોએ દુધરેજ વડવાળા મંદિરથી આગળ કટુડા ગામના બોર્ડથી કટુડા ગામથી ધ્રાંગધ્રા રોડ થઇને તેમજ ધ્રાંગધ્રા તરફથી આવતા અને સુરેન્દ્રનગર સીટીમાં જતા વાહનો ધ્રાંગધા રોડ પર આવેલ કટુડા ગામના બોર્ડથી કટુડા ગામ થઈ દુધરેજ વાળા રસ્તે થઈ જશે. ધ્રાંગધ્રા તરફ થી આવતા વાહનોએ માલવણ તરફ જવા માટે લટુડા ગામના બસ સ્ટેન્ડથી બાકરથળી ગામ તરફ જવાના રસ્તેથી થઈને તેમજ માલવણ તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા જવા માટે બાકરથળી ગામના બસસ્ટેન્ડ પાસેથી લટુડા ગામના રસ્તે થઇને જવાનું રહેશે. આ ઉપરાંત માલવણ તરફથી સુરેન્દ્રનગર લીંબડી આવતા વાહનોને બાકરથળી ગામ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરથી મુળચંદ તરફ જવાના રસ્તે થઇને જવાનું રહેશે.



જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનો, અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું તા.૨૧/૧૧/૨૦૨૨નાં રોજ દર્શાવેલ રૂટો પર સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી અમલી રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application