અત્યારે વિવિધ બેઠકો પરથી આપ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો આગળ પાછળ ચાલી રહ્યા છે. તેમાં પણચ ખાસ કરીને ઈસુદાન ગઢવી બેલેટ પેપરમાં આગળ જોવા મળ્યા હતા. ખાસ કરીને કર્મચારીઓ દ્વારા અને સિનિયર સિટીઝન દ્વારા બેલેટે પેપરથ મતદાન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અન્ય ગાંધીનગરની 5 બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં 40 બેઠકો પર પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગત વખતે ભાજપ સૌરાષ્ટ્રમાં પાછળ રહી ગયું હતુ. દક્ષિણ ગુજરાતમાં પણ શરુઆતના રુઝાન પ્રમાણે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આગળ પાછળ જોવા મળી રહ્યા છે.અલ્પેશ ઠાકોર શરુઆતમાં પાછળ હતા પરંતુ ફરીથી વોટીંગ કાઉન્ટીંગમાં આગળ જોવા મળ્યા છે તેવી જ રીતે શરુઆતમાં વિરમગામમાં આપ આગળ હતુ અને હાર્દિક પાછળ હતો હવે ફરીથી કાઉન્ટીંગમાં હાર્દિક આગળ છે.
મધ્ય ગુજરાતમાં ભાજપે જીત જાળવી રાખી હતી ત્યારે આ વખતે પણ ભાજપ મધ્ય ગુજરાતથી આગળ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાંટ અમદાવાદની 4 જેટલી સીટો પર અપસેટ ભાજપ માટે સર્જાઈ શકે છે. જો કે,શરુઆતની બેઠકોમાં ઝોન પ્રમાણે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.
- - પોસ્ટલ બેલેટમાં ઈસુદાન ગઢવી 3100 મતથી જોવા મળ્યા આગળ
- - કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ
- - ધાનાણી,વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ
- - ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ
- - વિરમગામમાં શરુઆતમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ,પછી હાર્દિક આઘળ
- - ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ
- - વાવ સીટ પરથી કોંગ્રેસના ગેની બેન ઠાકોર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ
- - ગારીયાધારમાં આપના સુધીર વાઘાણી આગળ-જીતુ વાઘાણી આગળ
- - વિસનગરથી મંત્રી ઋષિકેશ પટેલ પાઠળ
- - કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી આગળ
- - પબુભા માણેક દ્વારકાથી આગળ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500