ભારત સહિત સમગ્ર દુનિયાની જાસૂસી એજન્સીઓ આતંકવાદી ખતરાના મુદ્દે હાલ હાઇએલર્ટ પર છે. સૂત્રોના અનુસાર જાસૂસી એજન્સીઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર દુનિયા પર પડનારી અસર પર નજર રાખીને બેઠી છે. હવે આ યુદ્ધ માત્ર બે દેશોનું નથી રહ્યું બલકે તે ઓર વકરી ગયું છે. જાસૂસી એજન્સીઓનું માનવું છે કે આ માત્ર ઇઝરાયેલ અને અન્ય અખાતી દેશો વચ્ચેની ડિપ્લોમેસી નથી, જેના કારણે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષથી પ્રભાવિત થવાનો ખતરો છે, બલકે મધ્યપૂર્વ અને તેની બહારના ક્ષેત્રોમાં પણ આ આતંકવાદ વિરોધી પ્રયાસો માટે એક મોટો પડકાર બનેલો છે.
સૂત્રોના અનુસાર પેલેસ્ટાઇન મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વધી રહેલા સમર્થનની અવગણના ન કરી શકાય.તો બીજી તરફ ઇઝરાયેલ સાથેની લડાઇમાં હમાસના હુમલાને પણ સમજવો જરુરી રહેશે. આ બંને અલગ-અલગ મુદ્દા છે. રિપોર્ટ અનુસાર આને ન તો કોઇ સમુદાય અને ન તો કોઇ સમર્થનના આધારે ઓળખી શકાય તેમ છે. હવે યુદ્ધની વચ્ચે અમેરિકા, અખાતના દેશો અને અન્યો સહિત તમામ માટે મોટો પડકાર બની ગયો છે. એજન્સીઓનું કહેવું છે કે હવે આતંકવાદી જૂથોના ખતરાઓ પ્રત્યે સતર્ક રહેવું પડશે. આ જૂથો અથવા તો હમાસનું સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફ તે આ યુદ્ધનો ઉપયોગ પોતાની શક્તિને વધારવા માટે પણ ઉપયોગમાં લઇ રહ્યા છે.
આતંકવાદી જૂથો સોશિયલ મીડિયા પર નકલી અને ખોટા વીડિયો શેર કરીને આ યુદ્ધનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ નિર્દેશક યશોવર્ધન આઝાદે કહ્યું હતું કે અઢળક નકલી વીડિયો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણું બધું એવું શેર કરાય છે જે તણાવને વધારવાનું કામ કરે છે. આતંકવાદીઓએ પોતાની રણનીતિનો પ્રચાર કરવાની તક ઊભી કરી લીધી છે.
ખોટી સૂચનાઓ અને દુષ્પ્રચાર અભિયાનો ઉપરાંત જાસૂસી એજન્સીઓએ અલ કાયદા, આઇએસ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો- સંગઠનોના સ્લીપર સેલ દ્વારા પોતાની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસો અને એકજૂથતા દેખાડવા માટે હુમલાના છૂટાછવાયા પ્રયાસો કરવામાં આવે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે અને તેના પ્રત્યે એજન્સીઓએ સતર્ક રહેવું પડશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ પર ભારતના સુરક્ષા અધિકારીઓ દ્વારા ખૂબ જ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500