બારડોલી નજીક આવેલા ઈશરોલી પાસે અજાણ્યા તત્વો દ્વારા ગાય અને વાછરડા પર એસિડ નાખતા બંને જાનવરોને ગંભીર ઈજા પહોંચી છે. દર્દથી કણસતા બંને જાનવરો પર એસિડ એટેકની જાણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવની જીવદયા કાર્યકરોને જાણ થતાં તેઓએ બંને જાનવરોની સારવાર માટે ગૌશાળા મોકલી પોલીસને ફરિયાદ કરવાની તજવીજ શરૃ કરી છે.
ઈશરોલી ગામ પાસે કોઈ અજાણ્યા તત્વો દ્વારા ગાય અને વાછરડા પર એસિડ એટેક કરાયો હતો. જ્વલનશીલ એસિડના કારણે પશુઓના શરીરની ચામડી ઉખડી જતા તેઓ દર્દથી કણસતા આ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ બંને જાનવરો ગામના ગેટ પાસે બેસતા હોઈ તેઓની આવી હાલત જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ગાય પર એસિડના કારણે ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ ગતરાત્રીએ ઈસરોલી ગામથી ભાવિકભાઈનો ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડ પર કોલ આવ્યો કે, અમારા ગામમાં તરછોડાયેલી ગાયો આવીને રોજ ગેટ પાસે બેસે છે હાલ ઘણા સમયથી કોઈ ત્રાહિત વ્યકિતઓ દ્રારા ગાયો પર એસિડ નાંખવાના બનાવ બની રહ્યા છે. ત્યારબાદ જતિન રાઠોડ અને એમની ટીમ ઈસરોલી ગામે જઈ એક ગાયનું વાછરડું ના થાપા પર એસિડ નાખવાના કારણે ઉંડો ઘા પડી ગયો હતો ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો અને ગ્રામજનોની મદદથી વાછરડાને પકડી એની સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ એક ગાય ગંભીર રીતે એસિડથી બળી જવાથી ગાયના શરીરના ચામડા ફાટીને બહાર નિકળી ગયા હતા તેના શરીર પર લોહી વહેતું હતું એ ગાય ને ગ્રામજનોની મદદથી પકડી શરીર પરના ઘા ની સારવાર કરવામાં આવી હતી.
ગ્રામજનો માં ઉગ્ર રોષ હતો કે, અગાઉ પણ કોઈ ત્રાહિત વ્યકિત દ્રારા ગાયો પર એસિડ નાંખવાના બનાવ બની ચૂક્યા છે, પોલીસ કેસ કરી આવા હરામખોરો જે ગાયો પર એસિડ નાંખે છે એવા વ્યકિતઓને જેલ ભેગા કરો,ઈસરોલી ગામની સોસાયટીમાં રહેતા એક જીવદયાપ્રેમી એ ટેમ્પો બોલાવી એસિડ એટેકથી પીડાતી ગાયો ને ગૌ શાળામાં મુકાવી હતી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500