ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. આ એન્કાઉન્ટર કેસમાં તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. સાથે જ કોર્ટે અવલોકનમાં ટાંક્યું કે, તમામ અધિકારીઓએ પોતાના ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. ઈશરત જહા લશ્કેર તૈયબાની આતંકી હતી, તે ગ્રૂપમાંથી આવતી હતી તે નકારી ન શકાય. તેથી જ તમામ અધિકારીઓએ ફરજ બજાવી હતી.
ગુજરાતના બહુચર્ચિત ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાં આ પહેલા સીબીઆઈ કોર્ટે એન.કે.અમીન અને ડીજી વણઝારાને મુક્ત કર્યા હતા. આગામી દિવસોમાં હવે આ તમામ મુક્ત અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ.
આજના ચુકાદા બાદ ત્રણેય અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબી લડત બાદ તમામ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500