રાજકોટ શહેર અને જિલ્લાની સેન્સ પ્રક્રીયા આજથી શરુ કરવામાં આવી છે પરંતુ તેમાં કેટલાક નામો નથી.ખાસ કરીને સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વિજય રુપાણીનું નામ ના હોવાની વાત સામે આવી છે.
રાજકોટમાં શહેર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ ના હોવાની વાત સામે આવતા કેટલાક કાર્યકર્તાઓ ત્યાં નારાજ પણ થયા હોવાની વાત સામે આવી છે. તેઓ રાજકોટમાં સંગઠનમાં રહીને પહેલાથી જ કામ કરતા આવ્યા છે. ત્યારે તેમણે પણ અગાઉ કહ્યું હતું કે, પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું. જેથી આ મામલે સ્પષ્ટ થયું હતું કે, તેમની ચૂંટણી લડવાની ઈચ્છા છે પરંતુ તેમનું દાવેદારોના લિસ્ટમાં નામ ના હોવાથી તેમના ચૂંટણી લડવાને લઈને અનેક તર્ક વિતર્ક પણ જોવામાં આવી રહ્યા છે.ત્યારે બીજી તરફ ત્યાં વિજય રુપાણી ચૂંટણી લડે તેવી માંગણી રાજકોટમાંથી કરવામાં આવી રહી છે. વર્ષોથી તેઓ અહીં રહીને કામ કરતા રહ્યા છે. જ્યાં વડીલોના નામ છે ત્યાં દાવેદારોએ કાર્યકર્તા તરફથી એક જ નામ આપશે તેવું ત્યાંના સંગઠનમાં કામ કરતા કેટલાક નેતાનું પણ કહેવું છે.
જિલ્લા મહામંત્રીને સેન્સ પ્રક્રીયામાં જવા ના દેતા બોલાચાલી
જિલ્લા મહામંત્રીને સેન્સ પ્રક્રીયામાં જવા ના દેતા બોલાચાલી થઈ હતી. રાજકોટ જિલ્લાની સેન્સ પ્રક્રીયામાં વિનુ ઠુમ્મર જિલ્લા મહામંત્રીએ આ બોલાચાલી કરી હોવાની વિગતો પણ સામે આવી હતી. જો કે, તેમને કોઈ માથાકુટ નથી થઈ તેમ પણ મીડીયા સમક્ષ કહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500