વ્યારાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી લોખંડના સળીયાની ચોરી થઇ હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધાવા પામી છે.
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી તા.૧૦/૦૩/૨૦૨૩ ના કલાક-૧૯/૦૦ થી તા.૧૧/૦૩/૨૦૨૩ ના કલાક- ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે દુકાનદાર વિનોદ બુદ્દારામ જાતે અગ્રવાલ રહે, ઘર નં.સી/૩ ધારીવાલ સોસાયટી રિધમ હોસ્પીટલની પાછળ તા.વ્યારા નાઓની દુકાનની સામે ખુલ્લી જગ્યામાં મુકેલ ૧૦ એમ.એમ. ટી.એમ.ટી. લોખંડના સળીયાની ૩૦ ભારી જેનુ વજન આશરે ૨૦૦૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદૃામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા હતા.
બનાવ અંગે દુકાનદાર વિનોદ બુદ્દારામ જાતે અગ્રવાલ નાઓએ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૩ નારોજ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500