નવા કરવેરા નિયમો અમલમાં આવતા પહેલા માર્ચનાં છેલ્લા પાંચ દિવસમાં રોકાણ કારોએ મધ્યમથી લાંબા ગાળાના ડેટ ફંડમાં રૂપિયા 31,500/- કરોડથી વધુનું રોકાણ કર્યું હતું તેમ વેલ્યુ રિસર્ચનું વિશ્લેષણ દર્શાવે છે. કરવેરાના નવા નિયમો અમલમાં આવતા પહેલા રોકાણકારો ઊંચા વળતર તરફ વળ્યા હોવાથી માંગમાં વધારો નોંધાયો હતો. 24 માર્ચે, સરકારે જાહેરાત કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર લાંબા ગાળાના મૂડી લાભો પર હવે ટેક્સ લાગશે નહીં અને ઇન્ડેક્સેશનનો લાભ પણ નહીં મળે. તેના બદલે આ રોકાણો પર વ્યક્તિગત આવકવેરા સ્લેબના આધારે ટેક્સ લાગશે.
જોકે સરકારે 31 માર્ચ, 2023 સુધીના રોકાણ પર ગ્રાન્ડફાધરિંગ લાભો પૂરા પાડયા હતા. વીમા ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું કે, લાંબા ગાળાના મૂડી લાભનો લાભ લેવા માટે નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં વધારો થયો હતો. વેલ્યુ રિસર્ચના ડેટા દર્શાવે છે કે, ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સે સૌથી વધુ રૂપિયા 13,360 કરોડનો પ્રવાહ મેળવ્યો હતો, ત્યારબાદ કોર્પોરેટ બોન્ડ ફંડ્સે રૂપિયા 9,500 કરોડ મેળવ્યા હતા. છેલ્લા 18 મહિનાથી આઉટફ્લોનો સામનો કરી રહેલા ડેટ ફંડ્સના સંચાલન હેઠળની અસ્કયામતોમાં આવા રોકાણોનો ઉમેરો થવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં, રોકાણકારોએ ડેટ ફંડમાંથી ચોખ્ખા રૂપિયા 13,800 કરોડ ઉપાડી લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500