સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઇચ્છુક યુવા અને ઉત્સાહી સશકત મહિલાઓ માટે ભારતીય થલસેનામાં સોલ્જર જનરલ ડયુટી પર જોડવા હેતુસર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં ઓછામાં ઓછા ૪૫ ટકા સાથે ધોરણ-૧૦ પાસ હોય તથા ૧૭ ૧/૨ (૧૭.૫)થી ૨૧ વર્ષની વયમર્યાદા ધરાવતા અને ૧૫૨ સેમી. ઉંચાઇ તેમજ ઉંચાઇના સપ્રમાણમાં વજન ધરાવતી મહિલાઓ ભારતીય સેનાના ઓનલાઇન પોર્ટલ http://joinindianarmy.nic.in પરથી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી અરજી કરી શકાશે.
અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત શારિરીક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારિરીક યોગ્યતા કસોટી યોજાશે. જેમાં ઉમેદવારે ૧૬૦૦ મીટર દોડ, લાંબા કૂદકો તથા ઉંચો કૂદકો નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે. ત્યારબાદ શારિરીક યોગ્યતા કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે યોજાનાર લેખિત કસોટીની માહિતી ભારતીય સેનાની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે તેમજ NCC પ્રમાણપત્ર ધરાવતી મહિલા ઉમેદવારોને બોનસ ગુણ મળવાપાત્ર છે.
www.joinindianarmy.nic.in વેબસાઇટ તેમજ આર્મી રીક્રટીંગ ઓફિસ (ARO) અમદાવાદના હેલ્પલાઇન નં ૦૭૯/૨૨૮૬૧૩૩૮ મો.નં.-૯૯૯૮૫૫૩૯૨૪ પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ભરતી પ્રક્રિયા ભારતીય સેના દ્વારા નિષ્પક્ષ યોજાશે જેમાં કોઇ લાગવગ કે વચેટીયાથી દૂર રહેવા જણાવાયું છે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૩૪૭૨૩ મો.નં-૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500