વેસ્ટર્ન રેલવે દ્વારા ગૂજરાતના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર રેલવે યાત્રીઓ માટે પ્લેટફોર્મ ટીકીટના કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે પણ તાત્કાલિક અસરથી પ્લોટફોર્મ ટિકીટ કાઉન્ટર શરૂ કરવાની માંગણી ડી.આર.યુ.સીના મેમ્બર દ્વારા ડી.આર.એમને લેખિતમાં કરવામાં આવી છે.
ડી.આર.યુ. સી ના મેમ્બર સુનીલ પટેલ દ્વારા ડી.આર.ઍમને કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતું કે સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે યાત્રીઓ માટે તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવે કેમ કે સિનિયર સિટીઝન લોકો, ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગ લોકો, તથા નાના બાળકો પોતાના સામાન સાથે રેલ્વે પ્લેટફોર્મ ઉપર સગાવાલા સાથે જઇ શકે. હાલના સંજાગોમાં વેસ્ટર્ન રેલવે તરફથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં રેલવે યાત્રીઓ માટે પ્લેટફોર્મ ટીકીટના કાઉન્ટર રેલવે સ્ટેશન ઉપર શરૂ કરી દેવામાં આવ્યા છે ફક્ત સુરત શહેર ખાતેજ આ પ્લેટફોર્મ ટીકીટના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા નથી જેને કારણે વેસ્ટન રેલ્વેને પ્લેટફોર્મ ટિકિટથી થનારી આવકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે સાથે સાથે રેલવે યાત્રીઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશનથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જવા માટે રેલવે ટ્રેકની બંને તરફ ખૂબ મોટી માત્રામાં કચરાનો ઢગલો કરવામાં આવેલ છે જેને કારણે રેલવે મુસાફરોને ગંદકી તથા દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ કચરાના ઢગલાને કારણે સુરત રેલ્વે સ્ટેશનનું નામ પણ ખૂબ ખરાબ થઇ રહ્યું હોય તેવા સંજાગોમાં તાત્કાલિક અસરથી આ તમામ કચરાનો નિકાલ રેલ્વેના બંને બાજુના ટ્રેકની સાઇડ ઉપરથી કરવામાં આવે તેવી માંગ છે.રેલ યાત્રીઓ માટે તમામ પ્લેટફોર્મો ખુલ્લા કરી દેવામાં આવે અને રેલવે યાત્રીઓને અલગ-અલગ પ્લેટફોર્મ પર જવા માટે તમામ ફૂટ ઓવરબ્રિજ શરૂ કરવામાં આવે જેથી આવા રેલવે યાત્રીઓને પ્લેટફોર્મ પર જવા માટે ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.અત્રે ઉલ્લેખનીય છે કે સનીલ પટેલ દ્વારા અગાઉ રેલ યાત્રીઓ માટે રેલવે સ્ટેશન ખાતે અંદર આવવા ને બહાર જવા માટેના ગેટ બંધ હતા તે ખોલવા માટે ડીઆરઍમને અગાઉ રજૂઆત કરી હતી તે સંદર્ભે ગઇકાલથી સિનિયર ડીસીઍમની સુરતની મુલાકાત દરમિયાન આ ગેટ ફરીથી રેલ યાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500