Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુરમાં થયેલ હિંસાનાં પગલે ઈન્ટરનેટને બંધ : મણિપુર સરકારે અફવાઓ, વીડિયો, ફોટા અને સંદેશાઓનાં પ્રસારને રોકવા માટે સાતમી વખત ઇન્ટરનેટ સેવાઓનાં સસ્પેન્શનને લંબાવ્યું

  • June 06, 2023 

મણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે તારીખ 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અવારનવાર હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે, મણિપુર સરકારે અફવાઓ અને વીડિયો, ફોટા અને સંદેશાઓના પ્રસારને રોકવા માટે સાતમી વખત ઇન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને લંબાવ્યું છે.


ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને તારીખ 10 જૂન સુધી લંબાવતા, ગૃહ કમિશનર એચ. જ્ઞાન પ્રકાશે એક નવી સૂચનામાં જણાવ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક અસામાજિક તત્વો લોકોને ઉશ્કેરવા માટે ભ્રમિત વિડિયો સંદેશા પ્રસારિત કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ કરી શકે છે જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ બગાડી શકે છે.


મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં સમાવેશ કરવાની માંગનો વિરોધ કરવા માટે બોલાવવામાં આવેલી 'આદિજાતિ એકતા માર્ચ' દરમિયાન અને પછી 16 માંથી 11 જિલ્લામાં 3 મેના રોજ વ્યાપક હિંસા ફાટી નીકળી હતી. જે બાદ સાવચેતીના પગલા તરીકે મણિપુર સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈન્ટરનેટ બ્લોક કરી દીધું હતું. લોકો આવશ્યક ચીજવસ્તુઓ, પરિવહન ઇંધણ, રાંધણ ગેસ અને જીવનરક્ષક દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે.


બેંકિંગ અને ઓનલાઈન સેવાઓમાં વિક્ષેપને કારણે રાજ્યમાં એક મહિના કરતાં વધુ સમયથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રાવેલ એજન્સીઓ, ઈન્ટરનેટ આધારિત સેવાઓ, ઓનલાઈન બુકિંગ, મીડિયા, વિદ્યાર્થીઓ અને વેપારી સમુદાય ઈન્ટરનેટ સેવાઓ બ્લોક હોવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application