માહિતી વિભાગ દ્વારા નવસારી, સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉપસ્થિત સૌએ અમેરિકાથી માનનીય વડાપ્રધાનશ્રીનો યોગ સંદેશો તથા સુરતથી રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં સંબોધનને લાઈવ નિહાળ્યો હતો. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થકી આ કાર્યક્રમમાં એન.સી.સી.કેડેટ, સામાજીક અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા. 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ' હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500