માહિતી વિભાગ દ્વાર ડાંગ, સરકારી તાલુકા પુસ્તકાલય, વઘઈ ખાતે 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિ વર્ષ તા.૨૧ મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની કરાતી ઉજવણીની શૃંખલાને આગળ વધારતા મદદનીશ ગ્રંથપાલ દયારામ લાડના માર્ગદર્શન હેઠળ આ વખતે સાંઘિક યોગનું શિક્ષણ આપવામાં આવ્યુ હતુ. રાહુલભાઇ રાઠોડ તથા રવીભાઇ ચૌહાણ દ્રારા કાર્યક્રમમા ઉપસ્થિત વાચકો અને વઘઇનાં આગરીકોને યોગ, પ્રાણાયામની જાણકારી સાથે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. સાથે વિવિઘ પ્રકારના યોગ અને પ્રાણાયામ પણ શીખવાયા હતા. ગ્રંથાલયમાં સેવક તરીકે ફરજ બજાવતા તરૂણભાઇ જી. ચૌઘરી એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application