‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ’ની થીમ પર સમગ્ર રાજ્યમાં તા.૨૧મી જૂન: વિશ્વ યોગ દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લા આયુષ વિભાગ, માંડવી નગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે માંડવી તાલુકાનાં રિવરફ્રન્ટ ખાતે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય યોગ બોર્ડનાં વિવિધ ટ્રેનરો દ્વારા ૫૦૦થી વધારે લોકોને કોમન યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યોગ બોર્ડના કમલેશભાઇ ચૌધરીએ યોગદિનનો મહિમા સમજાવતા દરેક ઉંમરનાં લોકોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃત કર્યા હતા. તેમણે યોગ અને ધ્યાન દ્વારા થતા વિશેષ ફાયદાઓ સમજાવી સૌને નિયમિત યોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application