Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરનાં બામટી ગામમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

  • March 03, 2023 

ધરમપુરના બામટી ગામમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા બામટી ગામના જલારામબાપા મંદિર કેમ્પસમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના ૭ ગામની બહેનોએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સિલર અને વલસાડ પોલીસ અધિક્ષક કચેરીમાં કાર્યરત પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર મહિલાઓને કોઈ પણ સમસ્યામાં ગુજરાત સરકારની આ અભયમ સેવાનો લાભ લેવા માટે સંપર્ક કરવા જણાવ્યું હતું.





વધુમાં કહ્યું કે, કોઈ પણ પરિસ્થિતિમાં દિલ ઉપર બોજ નહીં રાખવો, હતાશ નહીં થવુ અને પરિવારને ધ્યાનમાં રાખી કોઈ ખોટું પગલું નહીં ભરવા સૌ મહિલાઓને અપીલ કરી હતી. કોઈ પણ મુશ્કેલીમાં લોકેશન ટ્રેક કરી મદદ મેળવવા માટે 181 અભયમની એપ તથા સંકટ સખી એપ ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application