Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ "આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ"ની ઉજવણી કરાઈ

  • June 27, 2023 

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દર વર્ષે ૨૬ જૂનના રોજ "આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ"(International Day Against Drug Abuse and Illicit Trafficking) તરીકે ઉજવવામાં આવે છે. "નશામુક્ત ભારત અભિયાન”ની ઉજવણી હેઠળ આજરોજ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની રાહબરીમાં તેમજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત જિલ્લાની અન્ય કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, કચેરીઓમાં આવતા અરજદારોએ વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં નશા વિશે જાગૃતિ ફેલાવવા અંગેના સિગ્નેચર અભિયાનમાં જોડાયા હતા.



જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારી દ્વારા જિલ્લાની શાળા-કોલેજો, તમામ તાલુકા પોલીસ મથકો, એસ.ટી. બસસ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, જિલ્લા જેલ સહિતના સ્થળોએ જરૂરી સંકલન કરી નાગરિકો અને સરકારી કર્મીઓ પાસે નર્મદા જિલ્લાને નશામુક્ત બનાવવા શપથ લેવડાવી નશાથી થતા ગેરફાયદા અંગે જરૂરી પ્રચાર-પ્રસાર કરી સિગ્નેચર કેમ્પેઈનને સફળ બનાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application