અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે આંતર જ્ઞાતિય લગ્ન બાબતે ભુતાવડ ગામના પટેલ સમાજે નાઇ સમાજનો બહિષ્કાર કરી ગામમાંથી ઘર છોડી જતા રહેવાનો તાલીબાની નિર્ણય કરી નાયી સમાજના 17 જેટલા પરિવારોએ ગામમાંથી કાઢી મુકતા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી છે.
ભિલોડા ના ભુતાવડ ગામના રહીશ અને હાલ અમદાવાદ ખાતે છેલ્લા 35 વર્ષથી કુટુંબ સાથે રહેતા સુભાષભાઈ છગનભાઈ નાયી નો પુત્ર સચિન ને ભુતાવડ ગામની પટેલ સમાજ ની દીકરી સાથે આંખ મળી જતા તેઓ બંનેએ રાજી ખુશીથી કોર્ટ મેરેજ કરી બંને લગ્ન ગ્રંથિ થી જોડાયા હતા.
આંતરજ્ઞાતિય લગ્ન થયા હોવાથી નાયી સમાજ અને પટેલ સમાજના તમામ આગેવાનોએ બંને છોકરા છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને લગ્ન વિચ્છેદ માટે તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ લગ્ન વિચ્છેદ માટે બંને છોકરો અને છોકરી તૈયાર ન થતા બંને ગાંધીનગર સેક્ટર 6 ખાતે પોલીસ કચેરી હાજર થઈ બંને સ્વરક્ષણ મેળવી પોતાની રીતે અલગ રહેતા હતા
અને ત્યાંથી તેઓ લગ્ન કરી આજ દિવસ સુધી ન મળતા અંતે પટેલ સમાજના આગેવાનોએ ભુતાવડ ગામમાં ભેગા થઈ નાઈ સમાજના 17 કેટલા પરિવારોને ગામમાંથી નીકળી જવા અને દીકરી લઈને આવો તોજ ગામમાં પેશવા દઈશું તેમજ ગામમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ કરી ગામ તળ ની જમીન અને જીવન જરૂરિયાત વસ્તુઓ દૂધ પાણી પર પ્રતિબંધ મુકિ તાલિબાની નિર્ણય કરી 17 જેટલા પરિવારોને ગામ બહાર બહિષ્કાર કરી કાઢી મુકતા 17 જેટલા નાયી સમાજના મહિલા અને બાળકો સહિતના પરિવારજનો એ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીનો સહારો લય અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી અને ભુતાવડ ગામના તમામ નાયી સમાજના કુટુંબને રક્ષણ અપાવી તેમના નિવાસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી છે.
નાઈ સમાજના અગ્રણી પ્રભુદાસ છગનદાસ નાયીએ શું કહ્યું સાંભળો વાળંદ સમાજનો એક યુવક ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલા છે, જેનો તેમને વિરોધ છે, પરંતુ ગ્રામજનોએ ભેગા મળી તેઓને ગામમાંથી કાઢી મુકેલા છે અને રોજગાર ધંધા બંધ કરી દેવાયા છે. અમને સખત સજા આપી દેવામાં આવી છે અને દુધ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમની દુકાનોમાં રહેલો સામાન પણ આપવામાં આવતો નથી. ગ્રામજનો દ્વારા તેઓને બહાર કાઢી મુકવામાં આવતા તેઓને ગામમાં પુન: આવવા દેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
ભુતાવડ ગામના મંજુલાબેન નાઈ રડી પડ્યા, શું છે ગામમાં નાઈ સમાજના લોકોની હાલત સાંભળો મંજુલાબેન નાઈ નું કહેવું છે કે,ગામના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કરી દીધા છે જે અંગે તેઓ જાણતા નથી આ લગ્નને લઇને તેઓના 17 પરિવારોને ગામમાંથી કાઢી મુકાયા છે,મહિલાએ આક્રંદ કરી બે હાથ જોડી કલેક્ટરને આજીજી કરતા ગામમાં પુન:સ્થાપન થાય તે માટે રજૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500