નંદુરબારના તળોદા પોલીસ મથકના કર્મચારીનું અકસ્માતમાં મોત થતા તેના પરિવારજનોને રૂપિયા 1.5 કરોડની વીમા સહાય આપવામાં આવી છે. મહારાષ્ટ્રના નંદુરબાર શહેર વિસ્તારમાં આવેલા નંદુરબાર સાંક્રી માર્ગ પર આર.ટી.ઓ. કચેરીની પાસે ગત તારીખ 18 જુલાઈ 2023ના રોજ તળોદા પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશ સાવળેને અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેમને વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અગાઉ પણ નંદુરબાર પોલીસ દળ દ્વારા સારવાર માટે સ્વેચ્છિક રૂપિયા 4.5 લાખની મદદ કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્ર પોલીસના પગાર ખાતાની ખાસ અકસ્માત મૃત્યુ વીમા હેઠળ મૃતકના પરિવારને રૂપિયા 1.5 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જયારે ચેક આપતા સમયે પોલીસ વડા શ્રાવણ દત્ત એસ, નિલેશ તાંબે એક્સિસ બેન્કનાં નાશિક બ્રાન્ચના વડા દિનેશ નીચિત, નંદુરબાર એક્સિસ બેન્કના મેનેજર નિર્મલ સોલંકી, ડેપ્યુટી બેંક મેનેજર લલિત પાટીલ સહિત પરિવારના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application