Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના ૦ થી ૧૮ વર્ષથી વયજુથના બાળકોની આધાર નોંધણી પૂર્ણ કરવાની સૂચના

  • November 17, 2021 

ડાંગ જિલ્લામા ૦ થી ૧૮ વર્ષની વયજુથ ધરાવતા ૧૪૪૦૭ બાળકો સપ્ટેમ્બર અંતિત આધાર નોંધણીથી બાકી રહી જવા પામ્યા છે.

         




આ તમામ લક્ષિત લાભાર્થીઓની આધાર નોંધણી સત્વરે હાથ ધરી તેમની ૧૦૦ ટકા આધાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવા માટે જિલ્લા નોડલ ઓફિસર (યુઆઇડી) શ્રી પી.એ.ગામીતે સંબંધિતોને સૂચના આપી છે.

         




એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામા માહે સપ્ટેમ્બર-૨૦૨૧ અંતિત નોંધાયેલા ૦ થી ૧૮ વર્ષની વયજુથના ૧૨૧૭૧૬ લાભાર્થીઓ પૈકી ૧૦૭૩૧૦ લાભાર્થીઓની આધાર નોંધણીની કામગીરી (૮૮.૧૬ ટકા) પૂર્ણ થવા પામી છે.જ્યારે હજી ૧૪૪૦૭ જેટલા લાભાર્થીઓની આધાર નોંધણી બાકી છે. આ તમામ લાભાર્થીઓની ડિસેમ્બર ૨૦૨૧ સુધીમા નોંધણી પૂર્ણ કરવા જણાવાયુ છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના સ્થાયી આધાર કેન્દ્રો ઉપરાંત જિલ્લામા ચાલી રહેલા “સેવા સેતુ” કાર્યક્રમોમા પણ આ કામગીરીને ઝુંબેશ રૂપે લઈને પૂર્ણ કરવાની સૂચના આપવામા આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application