Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીજ માંગ વધારાવા કુદરતી ગેસ આયાત કરવા જાહેર ક્ષેત્રની ગેસ કંપનીઓને સૂચના આપી

  • December 09, 2022 

ઉનાળાની આગામી મોસમમાં વીજ માંગમાં સૂચિત વધારાને પહોંચી વળવા વધુ કુદરતી ગેસ આયાત કરવા સરકારે જાહેર ક્ષેત્રની ગેસ કંપનીઓને સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્તમાન વર્ષનાં એપ્રિલમાં દેશમાં જે રીતે વીજ કટોકટીનો સામનો કરવો પડયો હતો તેવો સામનો ફરી કરવો ન પડે તેની ખાતરી રાખવા આ સૂચના અપાઈ હોવાનું માનવામાં આવે છે. વર્તમાન વર્ષના ઉનાળામાં છેલ્લા 6 વર્ષનો સૌથી વધુ વીજ કાપ જોવા મળ્યો હતો. દેશમાં કુલ વીજ ઉત્પાદનમાં કુદરતી ગેસનો હિસ્સો માત્ર 1.50 ટકા છે છતાં વીજની કટોકટી સમયે કુદરતી ગેસ તારણહાર બની શકે છે, એમ સરકાર માની રહી છે.




વર્ષ-2019માં વીજ ઉત્પાદનમાં કુદરતી ગેસનો હિસ્સો 3.30 ટકા હતો. સ્થાનિક સ્તરે નીચી ઉપલબ્ધતા તથા ઊંચા ભાવને કારણે હિસ્સામાં ઘટાડો થયો છે. ઉનાળામાં એસીના વપરાશમાં વધારો થતા વીજની માંગ એકદમ ઊંચી રહે છે. વર્તમાન વર્ષનાં એપ્રિલમાં વીજની માંગ અંદાજ કરતા 7 ટકા વધુ રહી હતી જેને કારણે વીજ કાપ જેવા પગલાં લેવાની ફરજ પડી હતી. દેશનાં મોટા-ભાગનાં વિસ્તારોમાં માર્ચના મધ્યથી તાપમાન વધવાનું શરૂ થઈ જાય છે. ઉનાળા દરમિયાન વીજ પ્લાન્ટસને પૂરવઠો વધારવા ગેસ વિતરક કંપની ગેઈલને સરકારે સૂચના આપી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. ગેસ આધારિત વીજ ક્ષમતાનો વપરાશ વધારવા સંદર્ભે સરકારી સ્તરે ચર્ચા ચાલી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application