Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ-સાપુતારા રોડ ઉપર અકસ્માતથી બચવા જર્મની ટેકનોલોજીથી બનેલ રોલર બેરીયર લગાવવાની કામગીરી શરૂ

  • December 22, 2022 

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇથી સાપુતારા થઈ નાસિકને જોડતો આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર ઘાટ માર્ગનાં તીવ્ર વળાંક પર ઠેર-ઠેર અકસ્માતથી બચવા જર્મની ટેકનોલોજીથી બનેલ રોલર બેરીયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે, વઘઇથી સામગાહન 40 કિ.મિ.નો માર્ગ રાજ્ય ધોરીમાર્ગ અંતર્ગત આવતો હોય બહાર ગામથી ડાંગનાં સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસી વાહનોને અકસ્માત સમયે તેમનો બચાવ થાય તે હેતુથી વઘઇ સામગહન વચ્ચેના જોખમી વળાંકો ઉપર જર્મન ટેકનોલોજીનું ક્રશ રોલર બેરિએર લગાડવાની કામગીરી હાથ ધરાતાં હવે અકસ્માતની સમસ્યાથી લોકોને રાહત થાય તેવું જણાય રહ્યું છે.



હાલ વઘઇથી સામગાહન સુધી 40 કિ.મિ.ના અંતરે તીવ્ર વળાંક અને ઊંડી ખીણ સાઈડે ક્રશ રોલર બેરીએર લગાડવાની યોજના છે. આ માર્ગ ઉપર ક્રશ રોલર બેરીયર માટે અંદાજે 10 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંજુર કરી પાયલોટ પ્રોજેકટ તરીકે યોજના મંજુર કરવામાં આવી છે. આ યોજનાની શરૂઆત વઘઇ  નજીકનાં બારખાંદીયા ફાટક નજીક વળાંકમાં તેમજ જામલાપાડા ગામ નજીક, બાજનજીક, સુસરદા, સાકરપાતાળનાં વળાંકમાં આ કામ કરવાની કામગીરી હાથ ધરવા આવતા ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી છે.



સતત વાહન વ્યવહારથી ધમધમતો આ માર્ગ ચોમાસા દરમિયાન પણ બિસમાર થયો નહતો, જેમાં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરની ફરજ નિષ્ઠા તેમજ પ્રામાણિક વહીવટનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો છે. લોકોએ તેમની કામગીરીને  બિરદાવી હતી. આ સંદર્ભે એસ.આર.પટેલ માર્ગ મકાન કાર્યપાલક ઈજનેરને પૂછતાં તેઓ એ જણાવ્યુ હતું કે, ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે સરકાર સતત ચિંતિત છે જેમાં તંત્ર દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે.




આ યોજના થકી વાહન ચાલકોને અકસ્માતથી બચાવ થાય તો સમગ્ર રાજ્યમાં તેની અમલવારી કરી લોકોને સુરક્ષા પાડવા યોજના લાગુ પાડવામાં આવશે. હાલ વઘઇથી સામગહન સુધીના અકસ્માત ઝોન બની ગયેલા કે તીવ્ર વળાંકો પર લગભગ 10 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. સામગાહનથી સાપુતારા માર્ગ નેશનલ હાઇવે અંતર્ગત આવતો હોય તે હાઇવે ઓથોરિટી બનાવશે. અલબત્ત વઘઇથી સામગાહન સુધીના અકસ્માત ઝોન વિસ્તારમાં લગાડવામાં આવેલ ક્રશ રોલર બેરિયરથી ગુજરાત મોડલની કામગીરી ઉડી ને આંખે વળગી રહો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application