નાસિક સેન્ટ્રલ જેલમાં 10-12 કેદીઓએ અચાનક પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે આ હુમલામાં કેટલાક પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ થઈ છે. સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, આ તમામ કેદીઓ એક જ બેરેકમાં રખાયા હતા. આ કેદીઓને અલગ-અલગ બેરેકમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં હતા.
ત્યારે આ કેદીઓ એટલા ગુસ્સામાં અને આવેશમાં આવી ગયા કે, તેઓએ શિફ્ટ કરવા આવેલા પોલીસ કર્મીઓ પર પથ્થરો વડે હુમલો કર્યો છે. જયારે આ હુમાલામાં એક પોલીસકર્મી આ કેદીઓના હાથમાં આવી ગયો હતો, જેને કેદીઓ દ્વારા પથ્થરો, લાતો વડે ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. ઘાયલ પોલીસ કર્મીની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ કર્મીનું નામ પ્રભુચરણ પાટીલ છે. તેને બચાવતી વખતે 2 વધુ જેલ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આ આરોપી કેદીઓને એક મહિના પહેલા પુણેની યરવડા જેલમાંથી નાસિક લાવવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500