Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

  • July 12, 2023 

વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૮,૫૭૬ અને ૨૦૨૩-૨૪ જુન સુધીમાં ૧૦,૯૩૮ સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરવામાં આવી વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા માટે ૧૮-૧૯ અઠવાડિયાની સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારી અને કરાર કરેલા ખાનગી સેન્ટરોમાં સોનોગ્રાફી કરવામાં આવે છે. જે માટે સગર્ભા માતાઓને લઇ જવા માટે PHC/CHCની એમ્બ્યુલન્સ/વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા માટે સરકારશ્રી દ્વારા ચાલતી “જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ સરકારી હોસ્પિટલો તથા કરાર કરેલા ખાનગી સોનોગ્રાફી સેન્ટરોમાં ૧૮-૧૯ અઠવાડિયાનાં ગર્ભ સમયે સગર્ભા માતાઓની વિનામુલ્યે સોનોગ્રાફી કરાવવામાં આવી રહી છે. આ સોનોગ્રાફી કરાવવાનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા માતાનાં ગર્ભમાં બાળકનો વૃધ્ધિ, વિકાસ, શરીર રચનાની સંપૂર્ણ તપાસ કરવાનો છે.



જેના દ્વારા જન્મનાર બાળકમાં કોઇ પ્રકારની ખોડખાંપણ અને શારીરિક માળખાકીય વિસંગતતાઓ અંગે જાણી શકાય છે. સોનોગ્રાફી દ્વારા સમયસર નિદાન કરાવવાથી માતા અને બાળક બંનેનાં જીવના જોખમ સામે ઘટાડો કરી શકાય છે. વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૮,૫૭૬ સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં જુન સુધીમાં કુલ ૧૦,૯૩૮ સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨ અને ૨૦૨૩-૨૪ સુધીમાં ૨૦ માતાઓમાં ખામી જોવા મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ગર્ભમાં રહેલા ૧૩ બાળકોમાં અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૮ બાળકોમાં ખામી જોવા મળી હતી. સોનોગ્રાફી થયા બાદ મળેલી જોખમી સગર્ભા માતાઓને પ્રા.આ.કેન્દ્ર/યુ.પી.એચ.સી.નાં મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ દ્વારા સતત ગૃહ મુલાકાત, સમયસર તપાસ, યોગ્ય માર્ગદર્શન આપી સલામત પ્રસુતિ કરાવવામાં આવી છે.



ઉપરોક્ત તમામ બાબતો ઉપર તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા કક્ષાના RCH અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ત્યારબાદ દર ૧૫ દિવસે મહિનામાં બે વખત જિલ્લા વિકાસ અધીકારીશ્રી દ્વારા પણ તમામ બાબતોનું રીવ્યુ કરવામાં આવે છે. સોનોગ્રાફી દ્વારા સમયસર તપાસ કરાવવાથી ગર્ભાવસ્થાની યોગ્ય માહિતી મેળવી આવનાર બાળક અને સગર્ભા માતાઓમાં ભાવિ જોખમો ટાળી સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવામાં ખુબ જ મહત્વનું સાબિત થાય છે તેમજ સગર્ભા માતા અને બાળ મરણ અટકાવવામાં ખુબ જ અસરકારક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. બોક્ષ મેટર આ પહેલના ભાગરૂપે ગોરગામની સગર્ભા માતાનો જીવ બચાવવામાં સફળતા મળી તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ૧૦ સગર્ભા માતાની સારસંભાળ માટે જનની શીશુ સુરક્ષા યોજના હેઠળ ધરમપુરની સ્પર્શ ડાયગ્નોસ્ટિક્સ ખાતે ગોરગામ PHC ખાતેથી ફેમિલી હેલ્થ સુપરવાઈઝર સાથે સોનોગ્રાફી માટે લઈ જવામાં આવી હતી.



તે ૧૦ સગર્ભા સ્ત્રીઓમાંથી એક પ્રિયંકાબેન પટેલનું નામ ઇન્ટ્રાઉટેરાઇન ફીટલ ડેથ (IUFD) હોવાનું નિદાન થયું હતું. PHC ગોરગામ ટીમે સગર્ભા માતા અને તેમના પરિવારને જોખમ અને આગળના પગલાં વિશે કાઉન્સેલિંગ કર્યું હતું. બીજા દિવસે તા.૧૧-૯-૨૦૨૨ના રોજ કાઉન્સેલિંગ કર્યા બાદ પ્રિયંકાબેનને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અન્ય ડોકટરોની સલાહ અને યોગ્ય સારવારથી તેણીએ 3 કિલો વજન સાથે એક મૃત બાળકને જન્મ આપ્યો હતો અને તે સ્થિર હતી અને ડિલિવરી પછી તેની કાળજી લેવામાં આવી હતી. આમ, આ પહેલથી માતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application