આહવાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે NSS વિભાગના સહયોગથી બેંક ઓફ બરોડા, અને જિલ્લા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આચાર્યના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના એલ.ડી.એમ. દ્વારા બેંક ઓફ બરોડાની વિવિધ યોજનાઓ વિશે સમજુતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. તો દ્વારા વિવિધ આર્થિક યોજનાઓ વિશે વિગતવાર સમજૂતી પુરી પડાઈ હતી.
આ ઉપરાંત ડાંગ જિલ્લા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના ફેકલ્ટી દ્વારા, ડાંગ જિલ્લાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં વિના મુલ્યે આપવામાં આવતી વિવિધ તાલીમની માહિતી આપવા સાથે, વિદ્યાર્થીઓ આ તાલીમથી પાર્ટ ટાઈમ કામ કરી પોતાનો ખર્ચ ઉઠાવી શકે છે તેમ જણાવાયુ હતું. આચાર્ય દ્વારા પણ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ અને તાલીમ અંગે માર્ગદર્શન પુરું પાડી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમનો ૨૨૩ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરાયું હતું. આભારવિધિ પ્રોગ્રામ ઓફિસરે આટોપી હતી. રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application