ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ ગામે તાજેતરમાં યોજાયેલ આદિવાસી સમુહ લગ્નોત્સવ દરમિયાન અલગ-અલગ ગામોના કુલ-૨૬૭ દંપતી લગ્નગ્રથી જોડાયા હતા.
આ સમુહ લગ્નમાં ડાંગની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા "બેટી બચાવો-બેટી પઢાવો" યોજના અન્વયે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી સોરાઠીયા ના માર્ગદર્શન હેઠળ, મહિલા શકિત કેંદ્રના સ્ટાફ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય જાણકારી આવી હતી. જેમાં વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાંલબંન યોજના વગેરે યોજના વિશે અહી વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ફોર્મ અને પેમ્પલેટનું પણ વિતરણ કરવા સાથે "બેટી બચાવો-બેટી પઢાવો" યોજના અંર્તગત સમુહમાં શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application