ઇન્ડોનેશિયા તા. 28 એપ્રિલ એટલે આજથી તમામ ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂકવા મક્કમ છે અને તેની માટે નિકાસ પ્રતિબંધનો દાયરો વઘાર્યો છે. જ્યારે ત્રણ દિવસ અગાઉ જ તેણે નિકાસ પ્રતિબંધમાંથી ક્રૂડ પામતેલ અને આરબીડી પામોલિન તેલની બાકાત રાખવાની વાત કહી હતી જેને ફેરવી ટાળ્યું છે. ઇન્ડોનેશિયાનાં આર્થિક બાબતોના મંત્રી એરલંગા હાર્ટર્ટોએ બુધવારે જણાવ્યુ કે, નિકાસ પ્રતિબંધોમાં રો-મટિરિયલ, આરબીડી પામતેલ અને વપરાયેલા ખાદ્યતેલનો પણ સમાવેશ કરાયો છે.
આમ, હવે ક્ડ પામતેલ, આબીડી પામોલિન તેલની નિકાસ પર પણ પ્રતિબંધ લાગુ થશે. નિકાસ પ્રતિબંધની નવી જાહેરાત બાદ કુઆલાલંપુર ખાતે પામતેલના જુલાઇ ડિલિવરી વાયદામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. ભારત પોતાની કુલ પામતેલ આયાતમાંથી 60 ટકા ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે. પામતેલની આયાત પર પ્રતિબંધ મૂકાયાના અહેવાલ બાદ ખાદ્યતેલોના સ્થાનિક અને વૈશ્વિક ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500