Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્ડોનેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાં ડાંગરની વાવણી ઓછી થવાની સંભાવના

  • July 28, 2023 

ચોખા માટે આયાત પર નિર્ભર દેશો માટે વધુ એક માઠાં સમાચાર જોવા મળી રહ્યા છે. અલ નિનોની સ્થિતિને કારણે ઈન્ડોનેશિયામાં વર્તમાન વર્ષમાં ૨૦૧૯ બાદ સૌથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે જેને કારણે ખેડૂતો ડાંગરના પાકને છોડી મકાઈ સહિત અન્ય પાકની વાવણી તરફ વળી રહ્યાના અહેવાલ છે. થાઈલેન્ડ તથા વિયેતનામમાં પણ ડાંગરના વાવેતર પર અસર પડી રહ્યાના અહેવાલ છે. ભારત દ્વારા નોન-બાસમતિ વ્હાઈટ ચોખાની નિકાસ પર પ્રતિબંધ બાદ વિશ્વના અનેક દેશો માટે ચોખાનો પૂરવઠો સરળ રીતે મેળવવાનું મુશકેલ બનવાની તૈયારીમાં છે ત્યારે ઈન્ડોનેશિયામાં ઉત્પાદનમાં ઘટ વિશ્વ સ્તરે ચોખાની અછત ઊભી કરી શકે છે. ઈન્ડોનેશિયાના ચોખાના એક મુખ્ય ઉત્પાદન મથકના ખેડૂતો ચોખાના પાકને સ્થાને ઓછા પાણીની આવશ્યકતાવાળા પાક તરફ વળી રહ્યા છે.



ચોખાના પાકને વિપુલ માત્રામાં પાણીની આવશ્યકતા રહે છે. અલ નિનોને કારણે એશિયા વિસ્તારમાં ચોખાની અછત ઊભી થવાની શકયતા જોવાઈ રહી છે. ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ એશિયા વિસ્તારમાં ચોખાના ભાવ વધી ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ચોખામાં સ્વાવલંબી બનવા ઈન્ડોનેશિયા પ્રયત્નશીલ છે ત્યારે ઓછા વરસાદની સ્થિતિ તેના આ ધ્યેયને સિદ્ધ થવા નહીં દે અને તેણે ચોખાની વધુ આયાત તરફ વળવું પડશે. ઈન્ડોનેશિયામાં ચોખાના 75 લાખ હેકટર વિસ્તાર પર વાવેતરમાંથી બે લાખ હેકટર વિસ્તાર પર આ વર્ષે વાવેતર ઓછુ થવાની ધારણાં છે. માત્ર ઈન્ડોનેશિયા જ નહીં પરંતુ થાઈલેન્ડ તથા વિયેતનામમાં પણ ઊંચા તાપમાન અને ઓછા વરસાદને પરિણામે ડાંગરની વાવણી પર અસર કરી છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ તથા વિયેતનામ પણ ચોખાના મોટા નિકાસકાર દેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News