નર્મદા જિલ્લા ખાતે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ-૨૦૧૯ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) નિયમો-૨૦૨૦ અન્વયે અત્રેના નર્મદા જિલ્લા દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિ તરીકેના જાતિ અંગેના ઓળખકાર્ડ પ્રમાણપત્ર આપવા માટે જાહેર કરવામાં આવે છે.
આ બાબતે ટ્રાન્સજેન્ડર સમુદાયના વ્યક્તિઓને ઓળખ અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું હોય તેઓએ ભારત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન પર નિયત કરેલ નમુના મુજબની એફીડેવિટ સાથે જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ પૈકી ઉપલબ્ધ હોય તેવા દસ્તાવેજ સાથે https://transgender.dosje.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને વધુ માહિતી માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ભોયતળીયે, નર્મદા-રાજપીપલાનો સંપર્ક કરવાનો રહેશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500