દિલ્હીથી ચેન્નઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2789 ના એન્જિનમાં ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ફરી ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈન્ડિગોના એરબસ A321neo વિમાને 10 જૂનની રાત્રે 9:46 વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. તેના લગભગ એક કલાક સુધી ઉડાન ભર્યા પછી એન્જિનમાં ખામી સર્જાતા તેને પાછા ફરવું પડ્યું.
આ ફ્લાઈટમાં 233 થી વધુ લોકો હાજર હતા. એન્જિનમાં ખામી જણાતા પાઈલટની સમય-સૂચકતાની મદદથી દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. વિમાનમાં કુલ 231 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટના ચાલુ ઉડાન દરમિયાન બની હતી, જેના કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરીને સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application