ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરો પર દુનિયામાંથી ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ હતી. દુનિયાભરની સ્પેસ એજન્સીઓએ ઇસરોને આ સિદ્ધિ મેળવવા માટે અભિનંદન આપ્યા હતા. યુએસની સ્પેસ એજન્સી નાસાએ એક્સ પર અભિનેદન આપતો સંદેશ મુકી જણાવ્યું હતું કે, ચંદ્રનાં દક્ષિણ ઘ્રુવ પર ચંદ્રયાન-3નાં લેન્ડિંગ માટે ઇસરોને અભિનંદન. ભારતને ચન્દ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બનવા બદલ અભિનંદન. આ મિશનમાં તમારા ભાગીદાર હોવાની અમને ખુશી છે.
નાસાનાં ડીપ સ્પેસ મિશને પણ સંદેશ આપ્યો હતો કે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચન્દ્ર પર ઉતરી ચૂક્યુ છે. અદ્ભૂત કામ, ઇસરો. ગર્વ કરો ભારત...યુરોપિયન સ્પેસ એજન્સીના ડાયરેક્ટરે પણ એક્સ પર સંદેશો મુકી અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અદ્વિતિય, ઇસરો. ચંદ્રયાન-3 અને ભારતનાં તમામ લોકોને અભિનંદન. નવી ટેકનિકના પ્રદર્શન અને બીજા કોઇ અવકાશી પિંડ પર ભારતની પહેલી સોફ્ટ લેન્ડિંગનો શાનદાર નજારો.હું પ્રભાવિત થયો છું તેમ એજન્સીનાં ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ જોસેફ એચ્ચાબારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અમે પણ આમાંથી મોટો પાઠ ભણી રહ્યા છીએ. એક મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદાર એક શક્તિશાળી ભાગીદાર હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500