Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટનાં સમયગાળા દરમિયાન રશિયામાંથી ભારતની આયાત 25.69 અબજ ડોલર થઈ

  • September 17, 2023 

વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકાર દેશને સસ્તા દરે ઓફર થઈ રહેલ ક્રૂડ ખરીદવા મચેલ ભાગદોડ હવે અટકી રહી છે છતા એપ્રિલ-ઓગસ્ટમાં ક્રૂડ અને ખાતરની આયાતના જોરે ભારતનું રશિયામાંથી ઈમ્પોર્ટ બમણું થયું છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ક્રૂડ ઓઈલ અને ખાતરની વધતી જતી શિપમેન્ટને કારણે આ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટના સમયગાળા દરમિયાન રશિયામાંથી ભારતની આયાત લગભગ બમણી થઈને 25.69 અબજ ડોલર થઈ છે. આ સાથે આ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં રશિયા ભારતનો બીજો સૌથી મોટો આયાત સ્ત્રોત બની ગયો છે. એપ્રિલ-ઓગસ્ટ 2022 દરમિયાન ભારતની રશિયાથી આયાત 13.77 અબજ ડોલર હતી.



રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત પહેલા ભારતના ક્રૂડ ઓઈલ સેગમેન્ટના આયાત બાસ્કેટમાં 1 ટકાથી ઓછા બજાર હિસ્સો ધરાવતા રશિયાનો હિસ્સો વધીને 40 ટકાથી વધુ થયો હતો. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્ડ આયાતકાર દેશ ભારત ભરપૂર માત્રામાં ડિસ્કાઉન્ટમાં મળી રહેલ રશિયન તેલ ખરીદી રહ્યું છે. મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, ચીનમાંથી આયાત ગત વર્ષના સમાન સમયગાળાના 43.96 અબજ ડોલરની સામે આ સમયગાળા દરમિયાન ઘટીને 42 અબજ ડોલર થઈ છે. તેવી જ રીતે એપ્રિલ-ઓગસ્ટ 2022માં યુએસમાંથી 21.86 અબજ ડોલરની સરખામણીએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આયાત ઘટીને 18 અબજ ડોલર થઈ હતી. યુએઈમાંથી પણ એપ્રિલ-ઓગસ્ટ 2023 દરમિયાન 17 અબજ ડોલરની આયાત થઈ હતી, જે એક વર્ષ અગાઉ 22.32 અબજ ડોલર હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application