Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનું વિદેશી હુંડિયામણ 21 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, આ વર્ષે વિદેશી હુંડિયામણમાં 58 અબજ ડૉલરનો ઉમેરો થયો

  • January 01, 2024 

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વિદેશી હુંડિયામણના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ તારીખ 29 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હુંડિયામણ 4.47 અબજ ડૉલરના વધારા સાથે 620.44 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. ભારતનું વિદેશી હુંડિયામણ 21 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. તારીખ 22મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહે ફરી વિદેશી  હુંડિયામણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 4.47 અબજ ડૉલરના વધારા સાથે 620.44 અબજ ડૉલર પર પહોંચી ગયો છે. આના અગાઉના સપ્તાહમાં વિદેશી હુંડિયામણ 615.97 અબજ ડૉલર હતો.




આ વર્ષે RBIએ 2023નાં કેલેન્ડર વર્ષમાં વિદેશી હુંડિયામણમાં લગભગ 58 અબજ ડૉલરનો ઉમેરો કર્યો હતો. આ સતત છઠ્ઠું સપ્તાહ છે જ્યારે વિદેશી હુંડિયામણમાં વધારો જોવા મળ્યો છે. ફોરેન કરન્સી એસેટ (FCA)માં પણ મોટો ઉછાળો આવ્યો છે જેમાં FCA 4.698 અબજ ડૉલરના ઉછાળા સાથે 549.747 અબજ ડૉલર રહ્યું હતું. ગયા વર્ષે ભારતના વિદેશી હુંડિયામણમાં એકંદરે 71 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો, જ્યારે આ વર્ષે RBIના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે. ગોલ્ડ રિઝર્વ 102 કરોડ ડૉલરના ઘટાડા સાથે 474.74 અબજ ડૉલર પર આવી ગયો છે. આ પહેલા 15 ડિસેમ્બરે પુરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી  હુંડિયામણ 9.112 અબજ ડૉલર વધીને 615.971 અબજ ડૉલર થઈ ગયો હતો. ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હુંડિયામણ લગભગ 645 અબજ ડૉલરના ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application