Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે UNSCમાં આ દેશ પર કર્યા આકરા પ્રહારો, જાણો કયો છે એ દેશ....

  • December 16, 2022 

ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં પાકિસ્તાન તરફથી બેઠકમાં ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આના પર, જયશંકરે વળતો જવાબ આપ્યો કે, જે દેશ અલ-કાયદાનાં નેતા ઓસામા બિન-લાદેનને હોસ્ટ કરી શકે છે અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કરી શકે છે તેને UNમાં 'ઉપદેશક' બનવાની જરૂર નથી.




1. 2001માં સંસદ પર થયેલા હુમલા અંગે જયશંકરે કહ્યું, "18 વર્ષ પહેલા આજથી 13 ડિસેમ્બરે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદે દિલ્હીમાં સંસદ સંકુલ પર હુમલો કર્યો હતો.

2. ચીન પર નિશાન સાધતા જયશંકરે કહ્યું- "જ્યારે આખું વિશ્વ આતંકવાદનાં પડકારો સાથે મળીને મજબૂતીથી લડી રહ્યું છે, ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓના ગુનેગારો અને આયોજકોને બચાવવા અને ન્યાય આપવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ થઈ રહ્યો છે."

3. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફેરફારોની માંગને વધારતા, જયશંકરે કહ્યું કે, આ વૈશ્વિક સંસ્થામાં સુધારાએ સમયની જરૂરિયાત છે. મને ખાતરી છે કે, દક્ષિણ એશિયાનાં દેશો પણ ભારતની આ પ્રતિબદ્ધતા સાથે છે.

4. વિદેશ મંત્રીએ કહ્યું કે, એવા સમયે જ્યારે વિશ્વ હિંસા, સશસ્ત્ર સંઘર્ષ અને માનવતાવાદી કટોકટીઓથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે મહાત્મા ગાંધીનાં આદર્શો શાંતિ અને સ્થિરતાને માર્ગદર્શન આપવા અને સુનિશ્ચિત કરવા માટે સુસંગત રહે છે.

5. યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા, વિદેશ મંત્રીએ કહ્યું, "ખોરાક, ખાતર અને ઇંધણની સુરક્ષા અંગેની તાજેતરની ચિંતાઓ મોટા નિર્ણય લેનારા મંચોમાં પર્યાપ્ત રીતે વ્યક્ત કરવામાં આવી ન હતી. વિશ્વનાં  મોટા ભાગને લાગ્યું કે તેમના હિતો મહત્વપૂર્ણ નથી. અમે ફરીથી નહીં થવા દઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application