Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય ટીમ 4 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી, ટીમ માટે સરફરાજ ખાન અને ધ્રુવ જુરેલ ડેબ્યુ

  • February 16, 2024 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટોસ જીતીની પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 4 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી. ટીમ માટે સરફરાજ ખાન અને ધ્રુવ જુરેલ ડેબ્યુ કરી રહ્યા છે. જ્યારે ટીમમાં સિરાજ અને જાડેજાની વાપસી થઈ છે. રોહિત શર્માએ ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી છે. 54મીઓવરના બીજા બોલ પર ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસના બોલ પર અમ્પાયરે રોહિત શર્માને નોટઆઉટ આપ્યો હતો. ફિલ્ડિંગ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમે રિવ્યુ ગુમાવ્યો છે.


હવે ઈંગ્લેન્ડ પાસે માત્ર 2 રિવ્યુ બચ્યા છે.જેમ્સ એન્ડરસન 54મી ઓવરના બીજા બોલ પર રોહિત શર્મા સામે એલબીડબલ્યુની અપીલ કરી હતી પરંતુ અમ્પાયર તેની સાથે સમંત ન હતા. અલ્ટ્રાએજ બતાવે છે કે બોલ પેડ પર પ્રથમ અથડાયો હતો અને ઓનફિલ્ડ નિર્ણય રહે છે અને ઈંગ્લેન્ડે રિવ્યુ ગુમાવ્યો છે. ભારતીય ટીમે 56 ઓવરમાં 200 રનનો સ્કોર પાર કર્યો હતો.


પહેલા દિવસે યશસ્વી જ્યસ્વાલ 10, શુભમન ગિલ 0 , રજત પાટીદાર 5 અને કેપ્ટન રોહિત શર્મા 131 રન બનાવી પેવેલિયન પરત ફરયા હતા. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ માટે 160થી વધુ રનની ભાગેદારી કરી હતી.રોહિત શર્મા આઉટ થતાં સરફરાજ ક્રિઝ પર ઉતર્યો હતો. જેમણે આજે ટેસ્ટ ડેબ્યું કર્યું છે. રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં 157 બોલનો સામનો કરી પોતાની સદી પૂરી કરી છે. તેમણે આ સદી ફટકારવા 11 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.


ઈંગ્લેન્ડ વિરુદ્ધ રોહિત શર્માની ત્રીજી ટેસ્ટ સદી છે. જે 3 વર્ષના સમય બાદ તેના બેટમાંથી બહાર આવી છે. અને રોહિત શર્માના ટેસ્ટ કરિયરની આ 11મી સદી છે. ભારતના પ્લેઈંગ 11 ખેલાડી વિષે જણાવીએ, રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News