Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય મૂળનાં બેરિસ્ટર સુએલા બ્રેવરમેન બ્રિટનનાં નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરાયા

  • September 07, 2022 

દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડનાં ફેયરહામથી કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ ભારતીય મૂળનાં બેરિસ્ટર સુએલા બ્રેવરમેનને મંગળવારે બ્રિટનનાં નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે 42 વર્ષીય બ્રેવરમેન તેમની ભારતીય મૂળની સહકર્મી પ્રીતિ પટેલનું સ્થાન લેશે. બ્રેવરમેન અત્યાર સુધી બોરિસ જોનસન નીત સરકારમાં અટાર્ની જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમને નવા નિયુક્ત વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.




તમને જણાવી દઈએ કે, બ્રેવરમેન બે બાળકોની માતા છે. તેઓ તમિલ ઉમા અને મૂળ ગોવાના ક્રિસ્ટી ફર્નાન્ડિઝની પુત્રી છે. તેમના માતા મોરિશસથી બ્રિટેન આવ્યા હતા જ્યારે તેમના પિતા 1960નાં દાયકામાં કેન્યથી અહીં આવ્યા હતા.  બ્રેવરમેનને એવા પ્રોજેક્ટ્સ સાથે કામ સોંપવામાં આવશે કે જેમાં કાનૂની પડકારોનો સામનો કરવો પડ્યો છે જેમ કે, સરકાર દ્વારા કેટલાક શરણાર્થીઓને રવાંડા મોકલવાની યોજના.




બ્રેવરમેને કહ્યું કે તે 'બ્રેક્ઝિટ' ની તકનો લાભ લેવા માંગે છે દેશમાં બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ટેક્સમાં ઘટાડો કરવા માંગે છે. વડાપ્રધાન પદna પ્રારંભિક તબક્કામાં ઉમેદવાર રહેલા બ્રેવરમેને જુલાઈમાં પોતાના પ્રચાર ઝુંબેશના વિડિયોમાં તેમના માતાપિતા વિશે કહ્યું હતું કે, તેઓ બ્રિટનને પ્રેમ કરતા હતા. તેનાથી તેમને આશા મળી હતી. આનાથી તેમને સુરક્ષા મળી. આ દેશે તેનને તક આપી છે. ચૂંટણીna બીજા તબક્કામાં બ્રેવરમેન બહાર થઈ ગયા હતા અને તેમણે ત્યારબાદ ભારતીય મૂળના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકna બદલે ટ્રસને પોતાનું સમર્થન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application