Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકામાં ભારતીય નાગરિક ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચવા બદલ દોષી : 5 વર્ષની જેલ, 1.25 હજાર કરોડ રૂપિયા જપ્ત

  • April 21, 2024 

ચાલીસ વર્ષીય અમેરિકામાં રેહતો ભારતીય નાગરિક બનમીત સિંહને ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચવા બદલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, આ સિવાય તેની પાસેથી 1.25 હજાર કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.કોર્ટના દસ્તાવેજો અનુસાર, બનમીતે ડાર્ક વેબ પર માર્કેટિંગ સાઇટ્સ બનાવી હતી. તેના નામ સિલ્ક રોડ, આલ્ફા બે, હન્સા હતા. અહીં તે ડ્રગ્સ અને બીજી દવાઓ જેમ કે ફેન્ટાનીલ, LSD, એકસ્ટેસી, કેટામાઈન અને ટ્રામાડોલ જેવી દવાઓ વેચતો હતો.


ડ્રગ્સ ખરીદનારા ગ્રાહકો ક્રિપ્ટોકરન્સી દ્વારા ચૂકવણી કરતા હતા. આ પછી બનમીતે પોતે ડ્રગ્સના શિપિંગની જવાબદારી સંભાળી હતી. તે યુએસ મેઇલ અથવા અન્ય સેવાઓ દ્વારા યુરોપથી અમેરિકામાં ડ્રગ્સ પહોંચાડતો હતો. 2012 અને જુલાઈ 2017ની વચ્ચે, બનમીતના અમેરિકામાં ડ્રગ્સ વેચવાના 8 કેન્દ્રો હતા. તે તમામ ઓહાયો, ફ્લોરિડા, મેરીલેન્ડ, ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં હતા. બનમીત હલ્દવાનીનો રહેવાસી છે. એપ્રિલ 2019માં તેની લંડનથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેને માર્ચ 2023માં અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટની કાર્યવાહી વચ્ચે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application