ભારતીય રેલવેએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજનના નામ પર રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવેએ આ માહિતી આપી હતી. રેલવેના પીઆરઓ વતી અપાયેલી જાણકારી અનુસાર શહીદ કેપ્ટન તુષાર મહાજનના નામે આ સ્ટેશનનું નામ બદલી નાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2016ના રોજ પુલવામાં જે કે, ઈડીઆઈની ઈમારત પર થયેલા આતંકી હુમલામાં સૈન્યના 9 પેરા સ્પેશિયલ ફોર્સિઝના કેપ્ટન તુષાર મહાજન આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થઈ ગયા હતા.
તેમના બલિદાનના સન્માનમાં ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બલિદાની કેપ્ટનના નામે રાખવાનો નિર્ણય લેવાયો હતો અને શનિવારે તેનું નામ બદલી નખાયું. માહિતી અનુસાર તારીખ 6 સપ્ટેમ્બરે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી મળી હતી. લાંબા સમયથી ઉધમપુરના લોકો આ માગ કરી રહ્યા હતા. હવે આ માંગ પૂરી કરાઇ છે. જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્રએ આ માગને સ્વીકારી હતી. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાદ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવા સાઈનબોર્ડ તૈયાર થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application