જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. શ્રીનગર-બારામૂલા હાઈવે પર આતંકવાદીઓએ IED બોમ્બ લગાવેલો હતો તેને રિકવર કરીને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર IED રિકવર કરીને તેને ડિફ્યુઝ કરી દેવાની જાણકારી આપી છે. હાઈવે પર આ IED એવા સમયે રિકવર કરવામાં આવ્યો છે, જ્યારે તાજેતરમાં જ આતંકવાદીઓએ પૂંછમાં સેના પર હુમલો કર્યો હતો. ચિનાર કોર્પ્સે જણાવ્યું કે, શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર લવાયપુરા નજીક IED મળી આવ્યો છે.
ચિનાર કોર્પ્સના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે તેને રિકવર કરીને લવાયપુરામાં જ ડિફ્યૂઝ કરી નાખીને મોટી આતંકવાદી ઘટનાના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. હાલના દિવસોમાં આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવવા માટે હાઇવે અને રસ્તાઓ પર ઓચિંતો હુમલો કરીને IED લગાવવાનું શરૂ કર્યું છે. ઘાટીમાં શિયાળાના આગમનની સાથે જ આતંકવાદીઓ ફરી એક વખત એક્ટિવ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળો સવારે નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેcણે શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર લવાયપુરામાં શંકાસ્પદ સંજોગોમાં એક ગેસ સિલિન્ડર પડેલો જોયો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ તરત જ ટ્રાફિકનો રૂટ બદલી નાખ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ યુનિટને જાણ કરવામાં આવી હતી અને તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્કવોડે IED બોમ્બ ડિફ્યુઝ કરીને એક મોટી દુર્ઘટનાને અટકાવી હતી. માર્ગ પર ફરી એકવાર વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application