જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો હતો. તેમજ હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના વિશે લખ્યું હતું કે ભારતીય સેનાએ ઉરીમાં આતંકવાદીઓની મોટી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. તેમજ હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં બીજા આંતકવાદીઓ પણ હોવાની બાબત કાશ્મીર પોલીસને જાણવા મળી હતી.
શિયાળાની ઋતુમાં હિમવર્ષા અને ઓછી વિઝિબિલિટીના કારણે આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે.જોકે ભારતીય સૈનિકો આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરહદ પર સતર્ક રહી અને ઘૂસણખોરીને નિષ્ફળ બનાવે છે, ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પણ એક સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તે સમયે પણ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમજ સેનાએ સ્થળ પરથી બે એકે સિરીઝની રાઈફલ, છ પિસ્તોલ અને ચાર ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500