જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે. આ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જોકે સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે. ઠાર કરેલા આતંકવાદીઓ સ્થાનિક હોવાની માહિતી મળી રહી છે.
સુરક્ષા દળોના સૂત્રોને આધારે જાણવા મળ્યું છે કે, આ આતંકીઓ ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન માર્યા ગયા હતા. આ પહેલા 15 નવેમ્બરે પણ સુરક્ષા દળોએ ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા દળોએ 'ઓપરેશન કાલી' શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણ બાદ સેનાએ કહ્યું હતું કે, બશીર અહેમદ મલિક સહિત બે લોકો માર્યા ગયા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500