આજે ‘ભારતીય વાયુ સેના’ના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. એરફોર્સની 91મી વર્ષગાંઠ પર વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી દ્વારા નવા વાયુસેના ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વી.આર. ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા. આઝાદીના પહેલા રોયલ ઈન્ડિયન એરફોર્સના ઝંડામાં ડાબી બાજુએ કેન્ટનમાં યુનિયન જેક અને ફ્લાઈ સાઈડ પર આર.આઈ.એ.એફ. રાઉન્ડેલ (લાલ, સફેદ અને વાદળી) સામેલ હતા.
આઝાદી બાદ વાયુસેનાના ઝંડામાં યુનિયન જેકને હટાવી ભારતીય ટ્રાય કલર અને આર.એ.એફ. રાઉન્ડેલ્સને આઈએએફ ટ્રાયકલર રાઉન્ડેલ સાથે ભારતીય વાયુસેનાનો ધ્વજ બનાવાયો છે. ભારતીય વાયુસેનાના મૂલ્યોને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરવા માટે હવે એક નવો ધ્વજ બનાવાયો છે. તેમાં હવે એનનાઈનની ઉપર જમણી બાજુએ ફ્લાય સાઈડ અને વાયુસેનાના ક્રેસ્ટને સામેલ કરાયા છે. જૂના ધ્વજને હટાવ્યા બાદ તેને સેન્ટ્રલ એર કમાન્ડ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવશે.
આ પહેલા ભારતીય નૌકાદળના ધ્વજમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આઝાદી બાદ 1951માં એરફોર્સ ધ્વજ બનાવવામાં આવ્યો હતો. આઈ.એ.એફ. ક્રેસ્ટનું રાષ્ટ્રીય પ્રતીક છે. ટોચ પર અશોક સ્તંભ અને તેની નીચે દેવનાગરીમાં સત્યમેવ જયતે લખેલું છે. રાષ્ટ્રીય પ્રતીકની નીચે એક હિમાલયી ઈગલ છે જેના પંખ ફેલાયેલા છે જે ભારતીય વાયુસેનાના લડવાના ગુણો દર્શાવે છે. હળવા વાદળી રંગની એક વીંટી હિમાલયી ઈગલને ઘેરી રાખી છે જેના પર લખ્યું છે ભારતીય વાયુસેના. ભારતીય વાયુસેના માટે આદર્શ વાક્ય નભ: સ્પર્શ દીપ્તમ હિમાલયન ઈગલની નીચે સોનેરી અક્ષરોમાં દેવનાગરીમાં અંકિત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500