Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત આગામી તારીખ 3 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરશે, જયારે ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ થશે તો વિશ્વનો ચોથો દેશ બની જશે

  • June 02, 2023 

ભારત આવતા મહિનાની તારીખ 3જી જુલાઈએ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતની મદદ માટે રશિયા પણ આગળ આવ્યું છે અને તેણે તેના મૂન લેન્ડર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવામાં સફળતા મળી શકે. જો ભારત ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં સફળ થશે તો તે ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.


આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીન તેમના ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરી ચૂક્યા છે. ચંદ્રયાન મિશન 22 જુલાઈ 2019નાં રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે તે સમયે ચંદ્રયાન લોન્ચ કરનાર લેન્ડર વિક્રમ ક્રેશ થઈ ગયું હતું. આ સમયથી જ ભારત ચંદ્રયાન-3ની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાનનાં લોન્ચીંગ અંગે ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે, અમે મિશન ચંદ્રયાન-2માં ભલે નિષ્ફળ ગયા હોય પરંતુ ચંદ્રયાન-3ની સફળતાથી ઈતિહાસ રચીશું.


અમે ભૂતકાળની નિષ્ફળતામાંથી શીખીને આગળ વધ્યા છીએ. સોમનાથે કહ્યું કે, નિષ્ફળતાનો અર્થ એ નથી કે આપણે આગળ વધવાનું બંધ કરી દઈએ. આ વખતે અમે ચોક્કસ પણે ઈતિહાસ રચવાના છીએ. આ ભારતનાં લોકોને ગૌરવ અપાવવાનું એક મિશન છે. ચંદ્રયાન-3ને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.


ઈસરોનાં જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવા માટે ત્રણ અલગ-અલગ ભાગો તૈયાર કરવામાં આવ્યા છે. ટેકનિકલ ભાષામાં તેને મોડ્યુલ કહે છે. ચંદ્રયાન-3માં પણ 3 મોડ્યુલ છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર પહેલેથી જ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે તેથી આ વખતે ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું નથી. ઈસરોના ચીફે કહ્યું કે અમે આ વખતે ચોક્કસપણે સફળ થઈશું અને ભારતના લોકો ગર્વ અનુભવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application