Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા બાદ 25 વર્ષમાં ભારત નંબર એક પર હશે : અમિત શાહ

  • December 24, 2022 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે છે.તેમણે વિજાપુરના પીલવઈમાં ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યા અને મંદિર પરિસરમાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેઓ શેઠ જી સી હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપી. શેઠ જી સી હાઈસ્કૂલના 95 વર્ષ પૂરા થવા પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા.



આ કાર્યક્રમમમાં સંબોધન કરતા ગૃહમંત્રી શાહે કહ્યું,'આ સંસ્થા 95 વર્ષથી ચાલે છે એટલે આ સંસ્થા બે શિક્ષણ નીતિઓની સાક્ષી બની છે. એક શિક્ષણ નીતિ અંગ્રેજોએ બનાવી, એ નીતિમાં શિક્ષણની એવી પધ્ધતિ બનાવી જેમાં રટાવેલું જ્ઞાન, એમની બુદ્ધિ ક્ષમતા હતી,બાળક પોતાના અભ્યાસક્રમને ગોખીને પરીક્ષા આપે એ એમની બુદ્ધિક્ષમતા હતી. જેના કારણે આપણે સમાજમાં અનેક પ્રશ્નો ઉભા થતા જોઈએ છે. 2014માં દેશમાં પરિવર્તન આવ્યું અને લોકોએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુક્યો અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા.




'વધુમાં તેમણે કહ્યું કે એ વખતે નરેન્દ્રભાઈએ પીઢ લોકો સાથે ચર્ચા કરીને નવી શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત કરી. આ ચર્ચાનું પરિણામ આપણી આ નવી શિક્ષણ પદ્ધતિ છે. હું વિશ્વાસ સાથે કહું છું કે 25 વર્ષની અંદર આ નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા બાદ ભારત દુનિયામાં નંબર એક પર હશે. નવી શિક્ષણ નીતિમાં બાળકને માતૃભાષામાં ભણાવવામાં આવશે. જયારે બાળક માતૃભાષામાં ભણે, બોલે, વિચારે, ત્યારે તેની વિચારવાની ક્ષમતા વધે.




નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિમાં મૂળભૂત વ્યવસ્થા કરી છે કે પ્રાથમિક અને સેકન્ડરી શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં કરવું. મને વિશ્વાસ છે કે આવનારા કેટલાક વર્ષોમાં જ સમગ્ર દેશમાં દરેક બાળક પોતાની માતૃભાષામાં ભણતું હશે. સાથે સાથે ટેક્નિકલ શિક્ષણ, મેડિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં પણ બધા જ અભ્યાસ ક્રમોનું ભારતનું મુખ્ય ભાષાઓમાં ભાષાંતર ચાલુ થયું છે. ભોપાલમાં હિન્દીમાં તબીબી અભ્યાસ શરુ થયો છે.



ગુજરાતી, તેલુગુ, બંગાળી, ઉડિયા, આ બધી જ ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ શિક્ષણના કોર્સની શરૂઆત થશે. વ્યક્તિ પોતે મૌલિક ચિંતન ત્યારે જ કરી શકે જયારે તે ચિંતન કરવાનો વિષય માતૃભાષામાં ભણ્યો હોય. આ કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું.જણાવી દઈએ કે અમિત શાહ ગાંધીનગરમાં મહુડી જૈન મંદિરમાં પણ દર્શન કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News