Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત આજથી G-20નું પ્રમુખપદ સાંભળશે : ભારતની 100 વિશ્વ વીરાસતો પર એક સપ્તાહ સુધી 'દીપમાળ' ઝળહળશે સાથે G-20નો લોગો પણ ઝળકશે

  • December 02, 2022 

આજથી ભારત G-20નું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. એક વર્ષ સુધી ભારત તે પદે રહેશે, દરમિયાન ત્રાસવાદનો સામનો કરવા તેમજ વિશ્વવ્યાપી મંદી તથા ઋતુ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. G-20નાં પ્રમુખપદ દરમિયાન ભારત તેનાં વિવિધ નગરોમાં G-20ની વિવિધ જૂથોની બેઠકો યોજશે, સૌથી પહેલી બેઠક આ સપ્તાહે ઉદયપુરમાં યોજાશે. G-20ની શિખર-પરિષદ આગામી સપ્ટેમ્બરની 9મી તારીખે નવી દિલ્હીમાં યોજવામાં આવશે. આ બેઠકોમાં અને આ શિખર પરિષદમાં પણ ભારત ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિકાલીન સ્થિતિની વ્યવસ્થા) માટેનાં ઇન્ફ્રા સ્ટ્રકચર (પાયાની સુવિધાઓ) તથા દેવાં ચૂકવણીમાં રાહત વિષે ધ્યાન કેન્દ્રિત કરાવશે.



ભારતને મળેલ આ બહુમાનની ઉજવણીમાં યુનેસ્કોએ જાહેર કરેલી ભારતની 100 વિશ્વ વીરાસતો પર એક સપ્તાહ સુધી 'દીપમાળ' ઝળહળશે, સાથે G-20નો લોગો પણ ઝળકશે. તે સર્વવિદિત છે કે, વડાપ્રધાન મોદીએ ગયા મહીને જ G-20નો લોગો અને કથાવસ્તુ (થીમ) G-20 દેશોને આપ્યાં હતાં. તેનો લોગો એક કમળ અને પૃથ્વીનો ગોળો દર્શાવે છે, જ્યારે મુદ્રા લેખ (લોગો) છે : 'એક વિશ્વ એક કુટુમ્બ, એક ભવિષ્ય' જે પ્રાચીન ભારતનો સિદ્ધાંત. વસુધૈવ કુટુમ્બકમ્ ને પ્રગલ્લભિત કરે છે.



તે સર્વવિદિત છે કે, સુમાત્રાના બાલીમાં નવેમ્બરની 15-16 તારીખ દરમિયાન, G-20ની શિખર પરિષદ યોજાઈ હતી. તે પછી ક્રમાનુસાર તે ભારતને સોંપવામાં આવી ત્યારે પરિષદનાં સમાપન વક્તવ્યમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે G-20નું ભારતનું પ્રમુખપદ સર્વગ્રાહી આકાંક્ષા સભર છતાં નિર્ણાયાત્મક અને કાર્યલક્ષી બની રહેશે. ભારત તે દરમિયાન સતત ક્રિયાશીલ રહેશે કે તે (G-20) વિશ્વને ગતિઆપનાર પરિબળોમાં અગ્રણી બની રહે તથા નવા વિચારો અને સામુહિક પગલાંઓને ગતિશીલ બનાવતું રહે.




G-20 જૂથ દુનિયાના વિકસિત તથા વિકાસશીલ દેશોનું અંતર સહકારી જૂથ છે. તેમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાયના, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇન્ડીયા, ઇટાલી, જાપાન, રીપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સઉદીઅરેબિયા, સાઉથ આફ્રિકા, તૂર્કી, યુ.કે., યુ.એસ. અને યુરોપીયન યુનિયન સામેલ છે. G-20ના આ સભ્ય દેશોનો વૈશ્વિક GDPમાં 85 ટકા હિસ્સો છે. વિશ્વ વ્યાપારમાં તેમનો 75 ટકા હિસ્સો છે. વિશ્વની કુલ માનવ વસ્તીનો આશરે બે તૃતીયાંશ ભાગ આ દેશોમાં વસે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News